વિભાગ ૩: ભાષા કસોટી-ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો.- ભાગ-4
સૂચના: નીચે આપેલ ફકરો ધ્યાનપૂર્વક વાંચો અને તેના પર આધારિત પ્રશ્નોના જવાબ આપો. સાચા જવાબ પર ક્લિક કરો.Please read the following paragraph carefully and answer the questions based on it.
આજે સવારમાં રામુ અને શ્યામ તેમના ગામના તળાવ કિનારે ફરવા ગયા. તળાવનું પાણી ખૂબ સ્વચ્છ હતું અને તેમાં કમળના ફૂલો ખીલ્યા હતા. તળાવની આસપાસ લીલાછમ વૃક્ષો હતા અને ઠંડો પવન વાઈ રહ્યો હતો. રામુ અને શ્યામે ત્યાં બેસીને થોડો નાસ્તો કર્યો. તેઓએ જોયું કે તળાવમાં ઘણી નાની માછલીઓ અને દેડકા હતા. અચાનક એક સુંદર મોર પીંછા ફેલાવીને નાચવા લાગ્યો. આ જોઈને બંને ખૂબ ખુશ થયા અને તેમણે નક્કી કર્યું કે દરરોજ સવારે અહીં ફરવા આવશે.
પ્રશ્ન ૧: રામુ અને શ્યામ ક્યાં ફરવા ગયા હતા?
પ્રશ્ન ૨: તળાવમાં શું ખીલ્યું હતું?
પ્રશ્ન ૩: તળાવની આસપાસ શું હતું?
પ્રશ્ન ૪: તળાવમાં કયા પ્રાણીઓ હતા?
પ્રશ્ન ૫: કયું પક્ષી પીંછા ફેલાવીને નાચી રહ્યું હતું?
