વિભાગ ૩: ભાષા કસોટી-ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો.- ભાગ-8
સૂચના: નીચે આપેલ ફકરો ધ્યાનપૂર્વક વાંચો અને તેના પર આધારિત પ્રશ્નોના જવાબ આપો. સાચા જવાબ પર ક્લિક કરો.Please read the following paragraph carefully and answer the questions based on it.
એક જંગલમાં ચીકુ નામનો એક હોશિયાર વાંદરો રહેતો હતો. તે અને તેના મિત્રો ભૂખ્યા હતા. તેઓએ એક ઊંચા આંબા પર પાકેલી કેરીઓ જોઈ. કેરીઓ ખૂબ ઊંચી હતી અને તેઓ ત્યાં પહોંચી શકતા નહોતા. બધા વાંદરા નિરાશ થઈ ગયા. ત્યારે ચીકુને એક વિચાર આવ્યો. તેણે નજીકમાં પડેલા લાકડાના કેટલાક બોક્સ ભેગા કર્યા. બધા વાંદરાઓએ ચીકુની મદદ કરી અને એક પછી એક બોક્સ ગોઠવીને ઊંચો ટાવર બનાવ્યો. ચીકુ તે બોક્સ પર ચડીને કેરીઓ તોડી લાવ્યો. બધા વાંદરાઓએ સાથે મળીને કેરીઓ ખાધી અને ખુશ થઈ ગયા.
પ્રશ્ન ૧: હોશિયાર વાંદરાનું નામ શું હતું?
પ્રશ્ન ૨: વાંદરાઓએ શું ખાવાની ઈચ્છા હતી?
પ્રશ્ન ૩: તેઓ શરૂઆતમાં કેરીઓ કેમ નહોતા પહોંચી શકતા?
પ્રશ્ન ૪: ચીકુએ કેરીઓ મેળવવા શું કર્યું?
પ્રશ્ન ૫: આ વાર્તામાંથી આપણને શું શીખ મળે છે?
